ટંકારા તાલુકાના નસીતપર ગામે ટંકારા તાલુકા પંચાયતના સદસ્યને નસીતપર ગામના સરપંચ અને તેના પુત્ર અને અન્ય બે શખ્સોએ માર માર્યો.મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પંચાયતના લજાઈ -૨ બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય પંકજભાઈ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઈકાલે રાત્રે ટંકારા તાલુકાના નસીતપર ગામના ઝાંપા પાસે ઉભા હોય ત્યારે તેમના કૌટુંબિક જમાઈ અને આરોપી દિનેશભાઇ અઘારાએ કહ્યું હતું કે તારે પ્રકાશ સાથે શું વાંધો છે. જેથી પોતે કહ્યું હતું કે જે તે સમયે બધું હતું એ હવે પતી ગયું છે.દરમિયાન બન્નેની વાતચીત દરમિયાન જ આરોપી પ્રકાશ રમેશભાઈ, ગામના સરપંચ રમેશભાઈ ધરમશીભાઈ, દિનેશ અઘારા અને પ્રવીણભાઈ નામના ચારેય આરોપીઓએ એક સંપ કરી પંકજભાઈને ઢીંકા પાટુનો માર મારવા મારવા લાગેલ હતા અને પ્રકાશભાઈ રમેશભાઈ નામના આરોપીએ લોખંડના પાઇપ વડે માર મારી હવે પછી નસીતપર ગામમાં પગ મુકતો નહી નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય પંકજ મસોત ઉપર સરપંચ અને તેના પુત્ર સહીત ચાર શખ્સોએ હુમલો કરતા ઈજાઓ પહોંચતા પ્રથમ ટંકારા અને બાદમાં સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર પંકજ દયારામભાઈ મસોતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 323,504,506(2),114 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી હાથ ધરી છે.