વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ શક્તિ ચેમ્બર સામે રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મુનનગર ચોક પાસે ન્યુ ચંન્દ્રેશ -૧ સોસાયટી શેરી નં-૩ માં રહેતા હર્ષદભાઈ ડાયાભાઇ ઉર્ફે ભીખાભાઈ ફુલતરીયાએ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-જી.જે-૩૬-ટી.-૭૦૨૫ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના કુંટુંબી ભાઈ કપીલભાઈ ઉ.વ.૨૫ વાળા તેનુ સ્પેલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નં- જી.જે.-૦૩- એફ.આર.-૯૬૧૨ વાળુ લઈને તારીખ-૧૭/૧૧/૨૦૨૨ ના સાંજના આશરે સવા છએક વાગ્યે શક્તિ ચેમ્બર સામે વાંકાનેર-મોરબી હાઈવે રોડ ઉપર જતો હોય તે વખતે એક ટ્રક ડમ્પર રજીસ્ટર નં- જી.જે.-૩૬- ટી.-૭૦૨૫ ના ચાલકે તેનુ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારી પુર્વક હંકારી ફરીયાદીના ભાઈના મોટર સાયકલના પાછળના ભાગે ભટકાડી અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતું. જયારે અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.