મોરબી સબ જેલ માં શુભીક્ષા અને જિલ્લા ક્ષય કેન્દ્ર અંતર્ગત કેદીઓને એચ. આઇ.વી./ટીબી માહિતી આપવામાં આવી તેમજ સ્ક્રીનીંગ માટે કેમ્પ કરવામાં આવ્યો.

આજ તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ સબ જેલ મોરબી ખાતે સુભિક્ષા અને જીલ્લા ક્ષય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે સબ જેલના તમામ કેદીઓને ટી.બી. જેવા ભંયકર રોગ વિષે માહિતી આપવામાં આપી જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ બધા જ કેદીઓનુ TB.HIV .HCV .HBV. RPR માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું તથા શંકાસ્પદ વ્યક્તિના સ્પોટ સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા, આ કાર્યક્રમ અંતર્ગત ૩૦૬ પુરૂષ તથા ૫.સ્ત્રી એમ કુલ ૩૧૨ જેટલા કેદીઓ સામેલ થયા હતા

આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો ઓ્ડીનેટર પિયુષભાઈ જોષી, TB હેલ્થ વીઝીટર નિખીલ ભાઈ ગોસાઈ , સિવિલ હોસ્પિટલ મોરબીમાંથી આઇ સી. ટી.સી. કાઉન્સેલર વસંત ભાઈ પડસુંબિયા, લેબ ટેક ભૂમિ બેન પટેલ, શ્વેતાના ફિલ્ડ કો ઓર્ડનેટર રાજેશ ભાઈ લાલવાણી સુભિક્ષા પ્રોજેક્ટ ઓફિસર મીનાબેન પરમાર હજાર રહ્યા હતા 

આ કાર્યક્રમને સાર્થક બનાવવા મોરબી સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષકશ્રી એલ.એમ.ઝાલા સાહેબ , ઇન્ચાર્જ જેલર એ.આર. હાલપરા સાહેબ તથા હાજર રહેલ તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતીઅને ટોટલ ૯૨ બંદીવાનભાઈઓનું ઉપર મુજબ ટેસ્ટીંગ કરેલું હતું