મોરબીના તબિબ તથા યુવા આર્મી ગ્રુપના મહિલા મેમ્બરે અડધી રાત્રે નેગેટિવ બ્લડની જરૂરિયાત પુર્ણ કરી

(અહેવાલ: જયેશ બોખાણી) : મોરબી : મોરબીના‌ વતની એવા ઉમરભાઈ જામના પત્ની સકિનાબેન મોરબી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને ઓપરેશન માટે થયને ‘એ નેગેટિવ’ બ્લડની‌ જરૂરિયાત ઉભી થતા‌ યુવા‌ આર્મી ગ્રુપનો‌ સંપર્ક સાધ્યો હતો જેથી યુવા આર્મી ગ્રુપના સભ્ય ડો. મનીષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પિટલ) તથા વૈશાલીબેન અમરભાઈ ત્રિવેદી દ્વારા રાત્રીના તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચીને બ્લડ ડોનેટ કરી ‘એ નેગેટિવ’ બ્લડની જરુરીયાત પુર્ણ કરી હતી. આવા ઈમરજન્સી જરૂરીયાત ના સમયે મદદરૂપ થવા બદલ તેમના પરિજનો દ્વારા મનીષભાઈ, વૈશાલીબેન, તથા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે જણાવી દઈએ કે બ્લડ ગ્રુપ ‘એ, બી, ઓ, એબી’ ને પોઝિટિવ અથવા નેગેટિવ મા ગ્રુપ સમાવેશ કરવામાં આવે છે જેમાંથી નેગેટિવ બ્લડ ગ્રુપ બો ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમાં પણ‌ ‘એ’ નેગેટિવ હજારોમા‌ં ભાગ્યે જ કોઈકને હોય છે. ત્યારે આવા દુર્લભ બ્લડની જરુરીયાત ઉભી થઈ જતા ક્યારેય દર્દીઓનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે. ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટમાં દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે ને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે. યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકો છો.