દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા વિશ્વ બાળ દિવસ નિમિતે દેવગઢ ગામની શાળાઓમાં કમ્પ્યુટર અને પ્રિન્ટર નું વિતરણ કરાયું.

સેવાકીય પ્રવૃતિઓ માટે હંમેશા તત્પર રેહતા દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા વિશ્વ બાળ દિવસણી ઉજવણી નિમિતે માળિયા (મી.) તાલુકાના છેવાડાના ગામ જુના અને નવા દેવગઢની પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર અને પ્રિન્ટરની ભેટ અર્પણ કરવામાં આવી છે. આ ભેટ અર્પણ કરવાનો હેતુ વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટરનું જ્ઞાન અને શિક્ષણ વધારવાનો હતો.

આ ભેટ ના વિતરણ દરમિયાન દેવ સોલ્ટ ના અધિકારી વિવેક ધ્રુણા, વિમલ કામદાર અને ચેતન પરમાર હાજર રહ્યા હતા. આ ભેટ બદલ શાળાના આચાર્ય શ્રીઓ અને ગામના સરપંચ શ્રી દ્વારા દેવ સોલ્ટનો આ ભેટ બદલ અભાર વ્યક્ત કર્યો હતો. અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.