વાંકાનેર પંથકમાં આપનો ક્રેઝ વધ્યો ઠેર ઠેર આવકાર સાથે ઓળ ગામે યુવાનો આપમાં જોડાયા!!!

મોરબી: વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત જેમ જેમ મતદાન નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજકીય ગરમાવો વધુ તેજ રફતારમાં થઈ રહ્યો છે ત્યારે વાંકાનેર પંથકમાં આપનો ક્રેઝ વધ્યો હોય તેમ ડોર ટુ ડોર આપના કાર્યકરો જન સંપર્ક કરતા આપમાં જન મેદીનીનો જવાળા જોવા મળી રહ્યો છે ત્યારે તારીખ 21-11-2022 ના રોજ સોમવારે વાંકાનેર તાલુકાના ઓળ ગમે નવા પરિવર્તન સાથે નવ યુવાનો આપ આમ આદમી પાર્ટીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે

ત્યારે આપ આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર જન સંપર્ક મા વાંકાનેરના મકતનપર ગામે પણ યુવાનો નવું પરિવર્તન ઈચી રહ્યા હોય તેમ સમગ્ર ગ્રામ્ય વિસ્તારના લોકો આપના સાથે વધુ જનમેદની સાથે જોડાઈ રહ્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે