જાંબુડીયા ગામ નજીક ઓવરબ્રિજ પાસે આધેડ પર અજાણી મહિલા એસિડ ફેંકી નાસી ગઈ.

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ નજીક આધેડ તેના મિત્રો સાથે બેઠો હોય ત્યારે અજાણી મહિલા આવી એસીડ ફેંકી નાસી ગઈ હતી જે બનાવને પગલે દાઝી ગયેલ આધેડને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રહેતા દેવેન્દ્રભાઈ વાલજીભાઈ પટેલ (ઉ.વ.૪૨) નામના આધેડ જાંબુડિયા ગામના ઓવરબ્રિજ પાસે તેના મિત્રો સાથે બેઠા હતા ત્યારે અજાણી મહિલા આવી વેપારીના માથા પર એસીડ ફેંકી નાસી ગઈ હતી જેથી ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી યુવાનનું નિવેદન નોંધવા અને ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.