સાર્થક વિદ્યામંદિરમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવતા વાલીઓની સ્વાગત પરિચય મિટિંગ યોજાઈ

સાર્થક વિદ્યામંદિર ખાતે RTE અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓની સ્વાગત પરિચય બેઠક યોજવામાં આવી. આ રીતની આદર્શ પહેલનું આ ચોથું વર્ષ છે. પ્રવુતિ શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ માટે જાણીતી સામાં કાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં આજ રોજ RTE મિટિંગનો હેતુ ખૂબ જ ઉમદા હતો.

શાળામાં અભ્યાસકાર્ય સાથે સંકળાયેલ શિક્ષિકા બહેનો ,શાળાનો સ્ટાફ અને વાલીઓનો અરસપરસ પરિચય કરાવ્યા બાદ શાળાની તમામ બાબતોથી વાલીઓને અવગત કરવામાં આવ્યા. (જેમાં શાળાની પ્રવૃતિઓ, વિવિધ પ્રયત્નો,સુવિધાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો.) મિટિંગના અંતે વાલીઓને મળ્યા તો જાણવા મળ્યું, કે આ આયોજનથી વાલીઓને ખૂબ જ આનંદ થયો તેમજ મહત્વપૂર્ણ માહિતી મળી હતી.

શાળાના સંચાલક કિશોરભાઈએ આ મિટિંગને વાલી સાથે આત્મીયતા કેળવવામાં મહત્વની કડી ગણાવી હતી.
ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પ્રવીણભાઈ અંબારિયા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી. તેમજ મીરબીની એક માત્ર સ્કૂલ કે જે આ રીતે rte ના વાલીઓ માટે આ વિશેષ પ્રયત્નો કરે છે તે માટે સાર્થક વિદ્યામંદિર માટે આનંદ વ્યક્ત કર્યો હતો.

આ તકે D.P.E.O. સાહેબ સાથે R.T.E. નોડલ ઓફિસર શ્રી અશોકભાઈ વડાલીયા તેમજ આશીશભાઈ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અશોકભાઈ વડાલિયાએ મોરબીની R.T.E. એડમિશનની પારદર્શકતા અને શ્રેષ્ટ કામગીરી બાબતે જણાવ્યું હતું.