ઉત્તર પ્રદેશમાં 403 માંથી કોંગ્રેસની માત્ર બે સીટો આવી કોંગ્રેસ હવે સીમિત બનતી જઈ રહી છે – યોગી આદિત્યનાથ
વિશાલ જયસ્વાલ હળવદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને હવે એક ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમામ પક્ષો પોતાનું રાજકીય અસ્તિત્વ વધારવા માટે નું જોર લગાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે ત્યારે હળવદ ખાતે પ્રકાશભાઈ વરમોરા ના સમર્થનમાં બુલડોઝર બાબા તરીકે ખ્યાતનામ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની જાહેર સભા યોજાઈ
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભાની સીટમાંથી કોંગ્રેસ માત્ર બે સીટો પર આવી ત્યારે કોંગ્રેસ હવે સમગ્ર દેશમાં સીમિત બનતી જઈ રહી છે, બુલડોઝર બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, પ્રકાશભાઈ વરમોરા ને જંગી બહુમતી જીતાડવા આહવાન કર્યું હતું, યોગી આદિત્યનાથની સભાથી હળવદમાં ચાલતા તમામ રાજકીય સમીકરણો બદલાઈ જાય તો નવાઈ નહીં