લીલાપર રોડ પર બે બાઈક અથડાયા, એકને ગંભીર ઈજા

મોરબી તાલુકામાં કેનાલ રોડ પર બે બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે તેણે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

 

જેમાં ફરિયાદી જયભાઇ મોહનભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગત તા.૨૧/૧૧/૨૦૨૨ ના રાત્રીના આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ પોતાના બાઇક રજી નં. GJ-03-DH-4921 વાળી લઇને મોરબી લીલાપર કેનાલ રોડ લાડલી પાર્ટી પ્લોટ સામે નાલા પાસેથી પસાર થઇ રહ્યા હતા. એ વખતે આરોપીએ પોતાનું બાઇક રજી નં. GJ-36-N-8338ને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી પુર ઝડપે આવી જયભાઇના બાઇક સાથે સામેથી અથડાયું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો. જેમાં જયભાઇને જમણા પગે કાંડાની ઉપરના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર થયો હતો.આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.