ચૂંટણી ચોર : પાટલી ફેર નેતાઓ પ્રજાને મૂર્ખ સમજે છે ??

સમાજના નામે મોટા થઈ ને કોઈ પક્ષના થનારા નેતાઓનો રાફડો ફાટ્યો !!

ચૂંટણી આવતાની સાથે જ એક પક્ષ માંથી બીજા પક્ષ માં મફતિયા નેતાઓ અવર જ્વર કરવા લાગે છે સામાન્ય દિવસોમાં કોઈ એક પક્ષ સાથે જોડાયેલા નેતાઓ અચાનક ચૂંટણી આવતાની સાથે જ પક્ષ પલટો કરી નાખે છે એતો કેવું ગણિત વર્ષો સુધી એક પક્ષ રહ્યા બાદ તેમને ખ્યાલ આવે છે કે તેમની વિચાર ધારા આ પક્ષ સાથે મળતી નથી આવું કેવી રીતે શક્ય હોય પ્રજાને મૂર્ખ સમજતા આ મફતિયા નેતાઓ પોતાના ખિસ્સા ગરમ કરી ને પ્રજાને છેતરી રહ્યા છે

હાલ લોકો રાજનીતિમાં લોકોની સેવા કરવાના નહિ પરંતુ પોતાના વિકાસ માટે આવી રહ્યા છે એક પક્ષ માંથી બીજા મફતિયા નેતાઓ જઈ રહ્યા છે સામાન્ય પ્રજાએ વિશ્વાસ કેવી રીતે કરવો તે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે આજ આ પાર્ટી માં તો કાલે બીજી પાર્ટી આ મફતિયા નેતાઓ પ્રજાના વિશ્વાસ સાથે રમી રહ્યા છે

ધર્મ, જ્ઞાતિ અને સમાજ ના નામે આજે અનેક નેતાઓ લોકોને છેતરી રહ્યા છે હવે તો લોકો સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની આડ માં નેતા બનવા લાગ્યા છે પ્રજાને મૂર્ખ સમજતા આ મફતિયા નેતાઓને પ્રજાએ મતદાન કરીને સરખો જવાબ આપવો જરૂરી છે પ્રજા એ જાગૃત થવું જરૂરી છે