મોરબીમાં પ્રથમ વખત મતદાન કરવા ઉત્સુક બહોળી સંખ્યા માં યુવાનોએ કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કર્યુ

કાંતિભાઈ અમૃતિયા સહીત ના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યા માં યુવાનોએ ૨૬/૧૧ મુંબઈ હુમલા ના શહીદ દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.

યુવાનોએ કાંતિભાઈ અમૃતિયાની આગેવાની માં ભારતીય બંધારણ ના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન દીન ની ઉજવણી કરી.

આગામી તા.૧-૧૨ ના રોજ ગુજરાત વિધાનસભા નુ પ્રથમ તબક્કા નુ મોરબી-માળીયા ૬૫ વિધાનસભા નુ મતદાન યોજાવાનું છે ત્યારે મોરબી-માળીયા બેઠક પર આશરે ૨૦ હજાર જેટલા નવા યુવા મતદારો જોડાયા છે, જેઓ પ્રથમ વખત મતદાન દ્વારા લોકતંત્ર નો પર્વ ઉજવવા જઈ રહ્યા છે, તેમનો જુવાળ ભા.જ.પ. તરફી જોવા મળી રહ્યો છે. આજે પ્રથમ વખત મતદાર કરવા ઉત્સુક બહોળી સંખ્યા માં યુવા મતદારોએ મોરબી-માળીયા ૬૫ વિધાનસભા ના ભા.જ.પ. નાં લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કર્યુ છે.

ભારતીય બંધારણ દીન હોય, કાંતિભાઈ અમૃતિયા ની આગેવાની માં બહોળી સંખ્યા માં યુવાનોએ રેલી યોજી બંધારણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા નો પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ આજ રોજ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલા માં શહીદ થયેલ દીવંગતો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માં આવી હતી.

આ તકે કાંતિભાઈ અમૃતિયા, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સુર્યરાજસિંહ જેઠવા,ધર્મેન્દ્રભાઈ ગડેશિયા,સુખદેવભાઈ દેલવાડીયા,વનરાજસિંહ, વરસડા સાહેબ,અજયભાઈ કોટક, નિર્મિતભાઈ કક્કડ, ભરતભાઈ બારોટ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.