યુવા આર્મી ગ્રુપ દ્વારા રાત્રીના ૨ વાગ્યે ફ્રેસ બ્લડની જરૂરિયાત પુર્ણ કરાઈ

મોરબી : ગત રાત્રીના મોરબીના વતની એવા પરબતભાઈ ડેલવાડિયા ના પત્ની રાધાબેન, કુશુમબેન દોષી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલ જ્યા તેમને કુસુવાવડ થતા તાત્કાલિક ઓપરેશન કરવા માટે થયને ‘બી પોઝિટિવ’ ફ્રેસ બ્લડ ની‌ જરૂરિયાત ઉભી થવાના કારણે ડોક્ટર કુસુમબેન દ્વારા ‘યુવા‌ આર્મી ગ્રુપ’ નો‌ સંપર્ક સાધ્યો હતો
જેથી ‘યુવા આર્મી ગ્રુપ’ ના સભ્ય કુલદીપભાઈ દેસાઈ, ભાર્ગવભાઈ અગ્રવાત તથા મનીષભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સંસ્કાર બ્લડ બેંક પહોંચી જઈને બ્લડ ની જરુરીયાત પુર્ણ કરી હતી

આવા ઈમરજન્સી જરૂરીયાત ના સમયે મદદરૂપ થવા બદલ ડોક્ટર કુસુમબેન દ્વારા યુવા આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણકે કુસુવાવડ મા બાળક ગર્ભમાં જ મુત્યુ પામવાથી જો તાત્કાલિક ઓપરેશન કરવામાં ના આવે તો સગર્ભા સ્ત્રીનુ જીવ જોખમમાં મૂકાય જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપના સભ્યો મોરબી તથા રાજકોટ મા દિવસ હોય કે રાત કોઈપણ બ્લડની‌ ઈમરજન્સી જરૂરીયાત પુર્ણ કરવા હંમેશા ખડેપગે રહે છે ને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.

યુવા આર્મી ગ્રુપ‌ દ્વારા ચલાવવામાં આવતા આ સેવાકાર્ય મા‌ જોડાવવા માટે કે કોઈને બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત સમયે હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરી શકો છો.