મોરબી જિલ્લામાં મતદાનના દિવસે સમગ્ર જિલ્લામાં ‘જાહેર રજા’

વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાન કરી શકે તે માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ રજા જાહેર કરવામાં આવી

ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ૦૧ લી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પ્રથમ ચરણમાં મોરબી જિલ્લામાં મતદાન યોજાનાર છે. રાજ્યના સામન્ય વહીવટ વિભાગ દ્વારા મતદાન માટે સબંધિત જિલ્લાઓમાં ‘જાહેર રજા’ તરીકે જાહેર કરવામાં આવે છે.

જે અન્વયે ૧લી ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લામાં પણ સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ શકે તે માટે રજા જાહેર કરવામાં આવી છે.