અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ મુકવામાં આવશે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ મુકવામાં આવશે. જેનો ઉદ્દેશય વધુ મા વધુ યુવાનો તેમજ મતદારો 100% મતદાન કરે તેમજ આ સેલ્ફી સ્ટેન્ડ મા પોતાની સેલ્ફી પાડી ને વધુ માં વધુ મતદારો ને લોકશાહી ના પર્વ માં મતદાન કરવા માટે જાગૃત કરે તેવો છે.આ સ્ટેન્ડ કાલે સરદાર પટેલ ના સર્કલ નજીક નવા બસ સ્ટેન્ડ પાસે મૂકવામાં આવશે.

તો લોકશાહી ના આ પર્વ માં મહાયજ્ઞ માં પોતાનો અમૂલ્ય મત નું આહુતિ આપી ને આપડા લોકતંત્ર ને
વધુ મજબૂત કરીએ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા અપિલ કરે છે. સ્થળ :નવા બસ સ્ટેન્ડ પાસે મોરબી,૧ ડિસેમ્બર ૨૦૨૨