મોરબી જિલ્લામાં તમામ મતદાન મથકો પર લાઈનો, મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ

“ચૂંટણીનો પર્વ એટલે અમારા અધિકારનો પર્વ” -મતદારો

ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે. મોરબી જિલ્લાના તમામ મતદાન મથકો પર લોકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબી-લાંબી લાઈનોમાં ઉભા રહી લોકો પણ બહોળી સંખ્યામાં મતદાન કરીને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.

તમામ મતદાન મથકો પર વરિષ્ઠ મતદારો, યુવા મતદારો, પ્રથમ વાર મતદાન કરી રોમાંચ અનુભવતા મતદારો, મહિલા મતદારો, PWD મતદારો તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે ત્યારે મતદારો તેમના અધિકારના પર્વ અન્વયે લોકો મતદાન કરી આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.