મહિલા કર્મચારીઓ સંચાલીત સખી મતદાન મથકો ખાતે થઈ રહ્યું છે સુગમ વાતાવરણમાં મતદાન

મોરબી જિલ્લામાં ૨૧ મતદાન મથકો મહિલા કર્મચારી સંચાલીત સખી મતદાન મથકો

મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે આજે મહિલા કર્માચારીઓ દ્વારા સંચાલિત સખી મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં પણ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

વિધાનસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોના કુલ ૯૦૬ મતદાન મથકોમાંથી કેટલાક મતદાન મથકોને મોડેલ મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, સવિશેષ સિરામીક મતદાન મથક, મહિલા કર્માચારીઓ દ્વાર સંચાલિત મતદાન મથક તેમજ ૨૧ સખી મતદાન મથક ફાળવવામાં આવ્યા છે.

જે અન્વ્યે મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે મહિલા કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક આજે કાર્યરત છે. આ તમામ ૨૧ સખી મતદાન મથકોનું મહિલા કર્માચારીઓ દ્વારા ખૂબ જ કુશળતાથી સંચાલન કરવામાં આવી રહ્યું છે.