શ્રી વવાણીયા કન્યા શાળાનું ગૌરવ સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનધિત્વ કરશે

શ્રી વવાણીયા કન્યા શાળાનું ગૌરવ, માળિયા તાલુકાનું ગૌરવ.. તા.૩૦/૧૨/૨૦૨૨ નાં રોજ નિપુણ ભારત મિશન અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા કથન સ્પર્ધા DIET સુરેન્દ્રનગર ખાતે યોજાઈ જેમાં સૌરાષ્ટ્ર ઝોનનાં 6 જિલ્લા( ભાવનગર, મોરબી,રાજકોટ,સુરેન્દ્રનગર,બોટાદ અને કચ્છ) નાં કુલ 18 સ્પર્ધકોએ ભાગ લીધેલ.

જેમાં શ્રી વવાણીયા કન્યા શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભોજાણી હીર હિરેનભાઈએ તૃતીય ક્રમાંક મેળવી શ્રી વવાણીયા કન્યા શાળા પરિવાર તેમજ માળિયા તાલુકાનું ગૌરવ વધારેલ છે. હવે રાજ્ય કક્ષાએ થનાર સ્પર્ધામાં હીર સૌરાષ્ટ્ર ઝોન નું પ્રતિનધિત્વ કરશે.

તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા ગૌરવની લાગણી અનુભવતા ભોજાણી હીર તથા તેમને માર્ગદર્શન આપનાર શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.