રાજકીય કિન્ના ખોરી રાખી દારૂ ના ખોટા કેસ મા ફસાવાની ધમકી આપી સિતમ ગુજાર્યો, હળવદ પોલીસ સ્ટેશન ના ત્રણ કર્મીઓ યુવક પર અત્યાચારી ઇરાદા પૂર્વક તૂટી પડ્યા
વિશાલ જયસ્વાલ હળવદ : તાજેતરમાં જ સમગ્ર રાજ્યના પોલીસ દ્વારા વ્યાજખોરો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે પરંતુ જો વાત કરવામાં આવે તો માત્ર નાની માછલીઓને પકડી જ સંતોષ માનવામાં આવતો હોય છે મોટા મગરમચ્છો તો જાણે પોલીસ પકડથી દૂર જ હોય તેવું સામે દેખાઈ રહ્યું છે ત્યારે હળવદ પોલીસ સ્ટેશનના ત્રણ કર્મીઓએ એક યુવકને બર્બરતા પૂર્વક માર માર્યો હોવાનું સામે આવ્યું છે
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો મેહુલ નામનો યુવક 3 તારીખે રાત્રિના સમયે પોતાની વાડી વિસ્તારમાં સૂતો હતો તેવા સમયે હળવદ પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્યાં જઈને દારૂ ક્યાં છે તેમ કહી યુવક પર તૂટી પડ્યા હતા ત્યારબાદ રણ કાંઠા વિસ્તારમાં પણ યુવકને અત્યાચાર ના ઇરાદા પૂર્વક માર માર્યો હતો. હજુ તેનાથી પણ સંતોષ ન માનતા પોલીસ સ્ટેશનને લઈ જઈ સમગ્ર રાત દરમિયાન આ ત્રણ પોલીસ કર્મીઓ નિર્દયતાપૂર્વક અત્યાચાર ઈરાદાથી યુવક પર તૂટી પડ્યા હતા
યુવક પાસે ગમે તેમ દારૂ ના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી પોતે દારૂ વેચતો હોવાની કબુલાત કરાવવા સીતમ ગુજારીયો હતો પરંતુ યુવકનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ નથી કે યુવક દારૂ વહેચતો પણ નથી તે સંદર્ભે સમગ્ર ઠાકોર સમાજના આગેવાનોએ હળવદ મામલતદાર કચેરીએ આવેદન આપી આ કર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા માંગ કરી છે વધુમાં યુવકે જણાવ્યું હતું કે તેને હળવદ પોલીસ સ્ટેશનના ગંભીરસિંહ, તેજપાલસિંહ તેમજ કિશોરભાઈ પટેલ નામના ત્રણ પોલીસ કર્મીઓ દ્વારા અત્યાચાર ઇરાદાથી માર મારવામાં આવ્યો હતો તેની ૪૫૦૦ રૂપિયા જેટલી રકમ તેમજ મોબાઇલ સહિતની વસ્તુઓ પણ લઈ લેવામાં આવી હતી
આ મામલે એસપી કચેરી ખાતે લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરી નથી આગામી સમયમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીજીએ માર્ગે આંદોલન કરવાની પણ સમાજે ચીમકી ઉચ્ચારી હતી , રાજકીય કિનારી રાખી આ યુવક પર અત્યાચાર ગુજાર્યો હોવા નો સમાજે આક્ષેપ કર્યો હતો