મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

જિલ્લાના ટુ-વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG સીરીઝ માટેના તથા ફોર વ્હીલર માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા.૧૯/૦૧/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૧૯/૦૧/૨૦૨૩ થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૧/૦૧/૨૦૨૩ થી તા.૨૩/૦૧/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૩/૦૧/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની રોહિત પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે.