મોરબી નગરપાલિકાના સદસ્યો બિન આવડત વાળા – મહેશ રાજ્યગુરુ

મોરબી નગરપાલિકાના જનરલ બોર્ડમા ગત વર્ષ તારીખ 29-3 -2022 ને મળેલ જનરલ બોર્ડને આજના જનરલ બોર્ડમાં ના મંજુર કરી નગરપાલિકાના સદસ્યો કેટલા બિન આવડત વાળા છે તેની સાબિતી આપે છે. – મહેશ રાજ્યગુરુ

મોરબી શહેર ની એ ગ્રેડ ની નગરપાલિકા માં ભાજપ પક્ષ નુ શાસન ચાલી રહ્યું છે જેમાં મોરબીની પ્રજાએ વહીવટ કરવા માટે ભાજપ પક્ષને 52 માંથી 52 સદસ્ય ચૂંટાઈને મોકલાવેલા પરંતુ બેન આવડત ભરી આવ વહીવટ ના કારણે મોરબી શહેરની પ્રજા ને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નૂડેલ છે ગત વર્ષ તારીખ 29-3-2022 ને મંગળવારના રોજ છેલ્લું જનરલ બોર્ડ મળેલ જેમાં મોરબી નગરપાલિકાના વર્ષ૨૦૨૧-૨૦૨૨ નુ રિવાઇઝડ બજેટ મંજુર કરેલો.

તેમની સાથે વર્ષ ૨૦૨૨-૨૩ નુ બજેટ મંજૂર કરેલ અને તેમની સાથે મોરબી શહેર ના અન્ય કામ અને ખર્ચ કરવા ની જોગવાઇ કરેલ પરંતુ ભાજપ ના સદસ્ય ની અંદરો અંદર ની લડાઈ ને કારણે પ્રજા ને પરેશાની ભોગવી પડી તેમાં પણ પાલિકા ના જવાબદાર પદાધિકારી દારા એકતરફી કરાર કરી ઝૂલતા પૂલ નો વહીવટ કરવા પ્રાઇવેટ કંપની ને વહીવટ સોંપી આપેલ તે પણ જનરલ બોર્ડ ની મજૂરી વગર ત્યાર બાદ આ ઝૂલતા પૂલ તૂટી જતાં તેમાં આશરે ૧૩૫ થી વઘુ લોકો મુત્યુ થયા અને અને હાઇકોર્ટ દારા સુઓમોતો દાખલ કરી સરકાર ને ફરજ પડી કે જવાબદાર સામે કડક પગલાં લેવા માં આવે એવા માં નગરપાલિકા ની બેજવાબદારી ના કારણે આ ઘટના બની છે

તે સમજી ને સરકારે પાલિકા વિસર્જન કરવા નોટિસ આપી પરંતુ આ ચૂંટાયેલ સદસ્ય ને વહીવટી અણઆવડત ને કારણે આજ મળેલ જનરલ બોર્ડ માં ગત જનરલ બોર્ડ નુ પ્રોસેડિંગ મજૂર કરવા નો એજન્ડા લેવા માં આવેલ અને સરકારે આપેલ નોટિસ નો જવાબ રજૂ કરવા નો ઠરાવ કરવા નુ કહેલ પરંતુ પાલિકા ના વહીવટી અણઆવડત વાળા સદસ્યો એ ગત બોર્ડ માં પોતેજ મજૂર કરેલ બજેટ અને કામ ના ખર્ચ ના તમામ એજન્ડા આજ ની સભા માં ના મંજૂર કરેલ છે તો પાલિકા એ કરેલ આ બઘા ખર્ચ ની રિકવરી કોની પાસે થી વસુલ કરવા માં આવશે તેની પાલિકા પ્રમુખ પ્રજા જોગ જાણ કરે તેવી લાગણી અને માંગણી છે તેમ મહેશ રાજ્યગુરુ જણાવે છે