માણેકવાડા પ્રા.શાળા મુકામે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

૭૪ માં પ્રજાસતાક પર્વ નિમિત્તે માણેકવાડા પ્રા.શાળામાં કુ.જાગૃતિ ચનિયારાના વરદ હસ્તે ધવજવંદન કરવામાં આવ્યું. ગત વર્ષે ધો.૧ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરેલ તેમજ વર્ષભર વધુ હાજરી ધરાવતા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી તેમજ શાળાના તમામ બાળકોને પણ બિસ્કીટ પેકેટ અને ભેટ વિતરણ ઇનામના કાયમી દાતા રતિલાલ પ્રાગજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપ સરપંચ) દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ બ્રીજરાજસિંહ જાડેજાએ દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

સાંસ્કૃતિક અને દેશભક્તિના ભાવનું જાગરણ કરાવતા વિવિધ નાટકો,અભિનય ગીતો,નૃત્યો,પ્રસંગો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા,હાજર સૌ ગ્રામજનોઍ પૂર્ણ સમય હાજર રહી રૂપિયા ૬૦૦૦ જેટલી આર્થિક રાશિ બાળકોને શુભેચ્છા ભેટ તરીકે આપી સૌ બાળકોને બિરદાવ્યા.

કાર્યક્રમના અંતે સરપંચ શ્રી,વિવિધ જ્ઞાતિ આગેવાનો દ્વારા આરતી સાથે ભારતમાતા પૂજન અર્ચન કરવામાં આવ્યું.
રાષ્ટ્રભક્તિ અને સમરસતાના વાતાવરણમાં પ્રસાદ લઈ કાર્યક્રમ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં સહયોગી દાતા પરિવાર,શાળા સ્ટાફ પરિવાર તેમજ ગ્રામ યુવાનોની ટીમ દ્વારા સુંદર જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય એ આભાર દર્શન કર્યું હતું.