લોકશાહીનું બળ જનતા’ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતી પલક પીપળીયા

મોરબી ખાતે  રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વકતવ્યો દ્વારા મતદાન મહાદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા નાટિકા તેમજ વકતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. સાર્થક વિદ્યાલયની પલક પીપળીયાએ ‘લોકશાહીનું બળ જનતા’ વિષય પર વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ લોકશાહીનું સાચું બળ આપણે સૌ છીએ. ચૂંટણીને ઘરનો પ્રસંગ સમજીને તેમાં સહભાગી થવાની વાત પણ તેણે કરી હતી. લોકશાહીના ઉદભવથી લઈને તેના મહત્વની પણ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, જનતા થકી જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. વધુમાં તેણે મતદારોને લોકશાહીના હૃદય સમાં ગણાવ્યા હતા.

આમ લોકોને લોકશાહી તેમજ મતદાનના મહત્વ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા.