મોરબી : જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી “લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” નો શુભારંભ કરાયો

30મી જાન્યુઆરી રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાથે સાથે પુજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પણ હોય ગાંધીજીના નિર્વાણ દિને તારીખ 30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી 2023 દરમ્યાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કમ્પેઈન” નો શુભારંભ જીલ્લા ક્ષય કેન્દ્ર/રક્તપિત્ત કેન્દ્ર ખાતેથી દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો

રક્તપિત્ત મુક્ત ભારત બનાવવા માટે મહાત્મા ગાંધીજીના સ્વપ્ને પરિપુણૅ કરવા માટે રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવી /, શંકાસ્પદ રક્તપિત્તનાં લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાં દર્દી પ્રત્ય ભેદભાવ ન રાખવાં જણાવ્યું હતું.

સંયુક્ત પ્રયાસોથી આપના ગામ ને રક્તપિત્ત મુક્ત બનાવવાની જવાબદારી આપણી છે જે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા તમામ ને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ તથા રક્તપિત્ત નિમૃલન કાર્યકમમાં જોડાવવા તમામને અપીલ કરવામાં આવેલ.

“સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન” અતૅગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતાબેન દવે તથા જીલ્લા ક્ષય/રક્તપિત્ત અધીકારી ડો.એન.એન.ઝાલા સાહેબના સતત માગૅદશૅન હેઠળ કાર્યકમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
તેમજ આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી માળીયા(મી.) ડો ડી.જી.બાવરવા , તાલુકા આરોગ્ય અધિકારીશ્રી મોરબી ડો રાહુલ કોટડીયા તથા અથૅના સ્કીન કલીનીકના ડો. વાય . એમ. ઝાલા સાહેબ સર્વે એ રક્તપિત્ત વિશે માહિતી આપેલ હતી તેમજ આ કાર્યક્રમમાં આશા ફેસિલીટર તેમજ આશા બહેનો હાજર રહેલ હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રક્ત પિત્ત માં દર્દીઓને અલ્સર કીટ તેમજ MCR શુંઝ નું વિતરણ કરી રોગ વિશે માહિતી આપી પ્રોતસાહિત કરેલ

કાર્યક્રમને સફળ બનાવવા રક્તપિત્ત પેરા મેડિકલ વકૅર ધર્મેન્દ્રભાઈ‌ વાઢેર તથા જીલ્લા પ્રોગ્રામ કૉ-ઓરડીનેટરશ્રી પિયુષભાઈ જોષી, આઇ. ઇ.સી. કો ઓર્ડીનટર ઝરણાં બેન રાઠોડ તથા અન્ય તમામ DTC કમૅચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ