મુસ્કાન વેલફેર સોસાયટીનું વધુ એક સરાહનિય માનવતાવાદી કાર્ય

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા ડો. હસ્તી મહેતા ના એક દિવસીય ૧૦૬ માં કેમ્પ નું આયોજન કાસમભાઈ સંધી, બાવા અહેમદશા ની મસ્જિદ પાસે,કાલિકા પ્લોટ માં કરવામાં આવ્યું .બપોરે ૩:૩૦ થી ૬ વાગ્યા સુધી માં અંદાજે ૨૫૦ થી વધુ દર્દી ઓને વજન કરી તપાસીને ત્રણ દિવસ ની દવા ફ્રી તેમજ જરૂરિયાત મુજબ (ડાયાબિટીસ)બ્લડ સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેક કરી આપ્યું.

આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાસમભાઈ તથા નરેશ ભાઈ વગેરે જહેમત ઉઠાવેલ.મુસ્કાન ગ્રૂપ બહેનો ને માનવતાવાદી કાર્યો થી ખરેખર લોકો નો ચહેરા પર મુસ્કાન આવે છે .કેમ્પ સહાયક ચંદ્રલેખા મેહતા, રશ્મિન દેસાઈ, કોઠારી ભાઈ, કેતન મેહતા,કૌશીકા રાવલ , ઋચિતા ભટ્ટ,જીગરભટ્ટ,શબનમ મેમણ,બંસી ગોહેલ સેવા આપેલ.

આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા પ્રીતિબેન દેસાઈ, કવિતાબેન મોદાની, રેખાબેન મોર, મયુરીબેન કોટેચા, ચેતનાબેન અગ્રવાલ, નિશીબેન બંસલ, કલ્પનાબેન શર્મા સહિત અન્ય મેમ્બરોએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.