મોરબી : બ્લોસમ પ્રિ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન યોજાયું

નર્સરી અને કે.જી.ના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટ સામે સરદાર પટેલ સોસાયટીના પોશ વિસ્તારમાં આવેલી 5 માળ ધરાવતી 18 ક્લાસ AC projector CC TV camera 4 ફૂટ play area flor wise washroom sink wifi અન 4000 ફૂટનો પ્લે એરિઆ ધરાવતી બ્લોસમ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલ નો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ ગયો જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા,દેવાભાઈ અવાડિયા ચેરમેન નગરપાલિકા, ચુનિભાઈ પરમાર સદસ્ય વોર્ડ નંબર-૧૨ અને ચેરમેન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ અનેક વાલીઓની ઉપસ્થિતમાં નાના નાના ભુલકાઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા,જેમાં ગ્રામ્ય જીવન અને શહેરી જીવનની સંસ્કૃતિ આજની ભાગદોડ વાળી માનવ જિંદગીને ઉજાગર કરતો

ડ્રાંમાં તેમજ હોટેલ,લગ્ન પ્રસંગ અને પાર્ટીઓમાં લોકો દ્વારા ભોજનનો, અન્નનો કરવામાં આવતો બેસુમાર બગાડની કૃતિ દ્વારા નાના ભૂલકાઓએ ખેડૂતના ખૂન પસીનાથી ઉતપન્ન થતા અન્નનો બગાડ ન કરવાનો મેસેજ આપ્યો હતો,આ બંને કૃતિઓ ખુબજ આકર્ષિત રહી,આ ઉપરાંત બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મન મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમમાં બેસ્ટ પર્ફોર્મન્સ રજૂ કરનાર બાળકોને પ્રથમ,દ્વિતિય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્કૂલના તમામ સ્ટાફ તેમજ રાજેશભાઈ ભીમાણી સંચાલક તેમજ નિમિષાબેન ભીમાણી કોર્પોરેટર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.