મોરબી: કેદારકંઠા ખાતે 12,500 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવતા પી. જી પટેલ કોલેજના વિદ્યાર્થીઓ

મોરબી જિલ્લામાં કોમર્સનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ ગણાતી પી. જી પટેલ કોલેજ દ્વારા કેદારકંઠા ખાતે વિશેષ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કેમ્પનો સમયગાળો 11 દિવસનો હતો. આ ટ્રેકિંગ કેમ્પ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ બરફ આચ્છાદિત દુગઁમ વિસ્તારોમાં ટ્રેકિંગ કરીને 12,500 ફૂટની ઊંચાઈ સર કરી હતી અને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ કેમ્પમાં કોલેજના દિપ મણીયાર, દર્શીની મહેતા તથા નિશા વાઘડિયા વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.

આ અભૂતપૂર્વ સાહસ બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ, સંસ્થાન આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.