મોરબી : નવયુવ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આકર્ષક પગાર સાથે મેગા નોકરી ભરતી મેળો

પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર

મોરબીમાં નોકરી ઇચ્છુક યુવક- યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આવી છે. મોરબી જિલ્લાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને ખૂબ સારા પગાર ઉપરાંત ચા-પાણી, નાસ્તો અને ટ્રાન્સપોર્ટિંગ (વાહન વ્યવસ્થા) સહિતની સુવિધા સાથે અલગ અલગ જગ્યાની ભરતી જાહેર કરી છે. રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ 10 માં અરજી E-Mail : [email protected] અથવા 9574872583 વોટ્સએપ નં. પર મોકલી આપવાની રહેશે.

પ્રિન્સિપાલ
B. Ed. અને LL. B. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ ધરાવતા હોય, અભ્યાસ કરાવી શકે , મેનેજમેન્ટ કરી શકે તેવા ઉમેદવારે અરજી કરવી.

રિસેપ્શનિસ્ટ
નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ પર રિસેપ્શનિસ્ટનું કામ કરી શકે તેવા ગ્રેજયુએટ, વાકચાતુર્ય, આકર્ષક દેખાવ, તથા વ્યકિતત્વ ધરાવતા અનુભવી, મહેનતુ મહિલા ઉમેદવારે અરજી કરવી.

કો -ઓર્ડીનેટર
નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ પર વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી તથા પ્રિન્સિપાલને જોડતી કડી સાબિત થાય તેવા સૂઝબૂઝ ધરાવતા શિક્ષક અથવા શૈક્ષણિક સંસ્થાનો 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારે અરજી કરવી.

સોફ્ટવેર એજીનિયર
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું તમામ મેનેજમેન્ટ સોફટવેર મારફત થતું હોવાથી સોફટવેરનું સંપૂર્ણ હેન્ડલીંગ ડેવલપ મેનેજ કરી શકે તેવા સોફટવેર એન્જિનિયર ઉમેદવારે અરજી કરવી.

વિષય શિક્ષક
પ્રાથમિક, માધ્યમિક વિભાગ માટે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : P.T.C./B.Ed.

ફિકસ શિક્ષક
H.K.G., ઘોરણ 1-2નાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસી શકે તેવા ઉત્સાહી ઉમેદવારે અરજી કરવી. લાયકાત : P.T.C./B.Ed.

કમ્પ્યુટર ટીચર
પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ તથા થિયરીકલ અભ્યાસ કરાવી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : M.C.A.

સ્પોર્ટસ ટીચર
પ્રાથમિક તથા માધ્યમિક વિભાગ માટે સ્પોર્ટ્સ શિક્ષક જોઈએ છે. લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : B.P.Ed./M.P.Ed.

NCC-ANO
જે ઉમેદવાર NCC નું C સેર્ટીફીકેટ મેળવેલ હોય, જુનિયર અને સિનિયર NCC ના કેડેટ ને પરેડ કરાવી શકે, NCC ના વિદ્યાર્થીઓ ને કેમ્પ લઈ જઈ તાલીમ અપાવી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત:- NCC ‘C’ સેર્ટીફીકેટ

બિલ્ડીંગ સુપરવાઈઝર
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં તમામ કેમ્પસમાં બિલ્ડીંગમાં રાઉન્ડ લગાવી ધ્યાનમાં આવતું મેઈન્ટેનન્સ, સફાઈ વગેરે બાબતનું યોગ્ય ઉપાય કરી સોલ્યુશન કરી શકે તેવા. લાયકાત:- ગ્રેજ્યુએટ