મોરબી મહીલા પી. આઇ.એ સામાજિક જવાબદારીનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

મોરબીના હસીનાબેન લાડકા આ નામ કદાચ ભાગ્યેજ કોઈથી અજાણ હસે. કોરોનાના કપરાકાળમાં મોરબી સિવિલ હોસ્પિટલે ટપોટપ મોતને ભેટી રહેલા હતભાગીઓના પરિવારજનો પણ તે મૃતદેહોથી દુર રહે તેવા અનેક મૃતાતમાઓને અંતિમવિધિ માટે એકલા હાથે, નિહિસ્વર્થ ભાવે અને કોઈ પણ જાતના ડર વિના માત્રને માત્ર એક માનવધર્મ નિભાવવાના ઉદ્દેશ્યથી મોરબી ઉપરાંત દૂર દુર સુઘી માનવતાની સુવાસ ફેલાવનાર હસીનાંબેન લડકાનાં સેવાકાર્યથી બબ્બે એમ્બ્યુલન્સ દાનમાં મેળવનાર હસીનાબેનની પુત્રીનો જન્મ થયો હતો.

આવા સેવાભાવિ મહિલાની પુત્રીને ત્યાં પુત્રીનો જન્મ થતાં મોરબી સેવાભાવિ મહિલા પી આઇ. પી. એચ. લગધીરકા ત્યાં પહોચી ગયા હતા. અને પોતાની પુત્રી હોય તેવીજ લાગણી સાથે બાળકીને ઝુલાવવા ઘોડયું ઝૂલો, ઝબલાની જોડો, ડ્રાયફ્રુટ, ઘી સહિતની જરુરી સામગ્રી લઈ પહોંચ્યા હતા અને પરિવારની જેમજ હસીનાબેનના પરિવાર સાથે આનંદની પળો માણી હતી અને અને નવજાત લાડલી પર પણ હેતની વર્સા કરી હતી અને એક સરહાનીય કાર્ય કરવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું