ભુલી પડેલ મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર મોરબી.

તા-૨૧-૦૨-૨૦૨૩ ના રોજ મહિલા ૧૮૧ દ્વારા રાતના ૧૧:૩૦ કલાકે સખી વન સ્ટોપ સેન્ટર મોરબી ખાતે આવેલ.
મહિલા ૧૮૧ ટીમને ગેંડા સર્કલ થી મહિલા મળી આવેલ મહિલા ની માહિતી મુજબ મહિલા તેના પરિવાર સાથે એક કંપની માં કામ કરે છે. તે તેમના પિતા,ભાઈ સાથે રહે છે.

મહિલા ની માહિતિ મુજબ મહિલા દેવળીયા ગામ થી મહિલા તેમ ના પિતા,ભાઈ, સાથે કામ માટે બસ માં નિકળ્યા, બે દિવસ કામ કર્યા બાદ ત્રીજા દિવસે થાક ના કારણે રજા રાખેલી પાછા બે દિવસ કામ કરેલ અને ત્રીજા દિવસે બેન ને ચક્કર આવતા હતા અને કંપની માંથી સાંજે છ વાગ્યે નિકળી ગયેલા અને રસ્તો ભુલી ગયેલા.

૧૮૧ ટીમ મહિલા ને સખી વન સ્ટોપ ખાતે રીફર કરેલ મહિલા નુ કાઉન્સેલીંગ કરતા એવુ જાણવા મળેલ છે કે મહિલા તેમના ઘર નુ સરનામુ ભુલી ગયેલ છે. અને કંપની નુ નામ પણ ભુલી ગયેલ છે. મહિલા એ એમ જણાવેલ કે હળવદ થી અમારી કંપની માં જવા માટે રિક્ષા ભાડુ ૫૦/- થાય છે. અને મોરબી થી કંપની સુધી જવા માટે ૨૦/- થાય છે. અમારી કંપની ની બાજુમાં ધંઉ,કપાસ નુ વાવેતર પણ છે. અને બે-ત્રણ ગાયો પણ છે. અને કંપની માં પ્લાસ્ટીકના પાઈપ બનાવે છે.

તા- ૨૨-૦૨-૨૦૨૩ ના રોજ સખી વન સ્ટોપ ના સ્ટાફ દ્વારા મહિલા ને સાથે રાખી ને મહિલા એ જણાવ્યા મુજબ મહેન્દ્રનગર ચોકડી પાસે લઈ ગયેલ.પરંતુ બેન ને કાઈ યાદ આવતુ ન હતુ ત્યાર બાદ ધુંટુ ગામ ની આસ પાસ આવેલ પાઈપ ની કંપની મા ગયેલ પરંતુ તે કંપની મા તેમ નો પરિવાર કામ કરતો ન હતો. કંપની ના મેનેજર ના સાથ સહકાર થી અમે બીજી કંપની ની માહિતી મળતા મહિલા ને ઘુટુ ગામ ની પાસે આવેલ કંપની મા લઈ જતા તેમના પરિવાર મળી આવીયો.મહિલા તેમ ના પરિવાર ને જોતા હરખની લાગણી અનુભવી.
અંત મા મહિલા ના પરિવાર જનો એ સખી વન સ્ટૉપ સેન્ટર મોરબી નો ખુબ ખુબ આભાર માનેલ.