એલીટ કોલેજ દ્વારા સાયન્સ માનિયા-2 ભવ્ય રીતે યોજાયો

Science has the power to take this world to new levels.”
એલીટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ દ્વારા National Science Day નિમિતે બે-દિવસ Elite Science Mania – 2 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન તા. 28/02/2023 અને 01/03/2023 ના રોજ કરવામાં આવ્યું હતું.

જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવેલ હતું જેમ કે Working Models, Math’s Magic, Chem Show તથા વિવિધ Posters Presentations નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Elite Science Mania – 2 નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉત્સાહ સાથે તેમના સર્જનાત્મક વિચારો દર્શાવવાની તક પૂરી પાડે છે. શિક્ષણ ની સાથે આવી અવનવી પ્રવૃતિથી વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રતિભાનું અન્વેષણ થાય છે અને બહારની દુનિયામાં ચાલતા સાયન્સ અને ટેક્નોલોજીના યુગ માં વિદ્યાર્થીઓ તાલમેલ સાંધતા શીખે.

એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રેસિડેન્ટ શૈલેષ કલોલા, કેમ્પસ ડિરેક્ટર રવિનસર તથા પ્રિન્સિપાલ મિતલ મેડમે વિદ્યાર્થીઓ તથા અધ્યાપકગણોની મહેનતને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.