મોરબી : ભારતી વિધાલય શાળા ખાતે પ્રોજેકટ પ્રદર્શન યોજાશે

મોરબી સામાકાંઠે વિસ્તાર માં આવેલી ભારતી વિધાલય શાળામાં આગામી તારીખ : ૦૪ / ૦૩ / ૨૦૨૩ એ ઉજવાશે વિવિધ ક્ષેત્રના પ્રોજેકટ પ્રદર્શન.જેમાં શાળાના ધોરણ : ૦૧ થી ૧૨ ના વિધાર્થીઓએ અલગ અલગ વિષયના આજના સમયને અનુરૂપ પ્રોજેકટ બનાવામાં આવશે.આ કાર્યક્રમમાં મુખ્ય કૃતિ માં મોરબીની ગોઝારી ઘટનાઓ , મોરબીની શાન , ગણિત સાથે ગમ્મત તેમજ વિજ્ઞાન ના અવનવા પ્રોજેક્ટનો સમાવેશ થશે.

પ્રોજેકટ પ્રદર્શનમાં મોરબીવાસીઓને પધારવા માટે શાળા પરિવાર તરફ થી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. પ્રદર્શન જોવાનો સમય : સવારે ૯ વાગ્યા થી બપોરે ૪ વાગ્યા સુધી સરનામું  ભારતી વિધાલય , ઉમા ટાઉનશિપ પાસે, મોરબી – ૨ મો.૯૮૨૫૧ ૮૩૯૮૬