ઇન્ડિયન આર્મી ના નામે ટ્રેક્ટર ઘરે આપવાના બહાને ઓનલાઇન રૂપિયા પડાવી લીધા
વિશાલ જયસ્વાલ હળવદ : લોકોને હાલમાં ઓનલાઇન ખરીદીનું ભૂત ચડ્યું છે ત્યારે અનેક વખત ઓનલાઇન ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે એવો જ એક બનાવ આજે હળવદ શહેરમાં બન્યો હતો. મૂળ માલણીયાદમાં રહેતા માધવભાઈ પરમાર નામના વ્યક્તિ છે અને ટ્રેક્ટર ખરીદી કરવાનું હોય તે અરસામાં facebook પર ટ્રેક્ટર ની માહિતી મળતા ટ્રેક્ટર લેવા માટે સંપૂર્ણ માહિતી એકઠી કરી સંપર્ક કરતા એક લાખ ૫૫ હજાર રૂપિયામાં ટ્રેક્ટર આપના ઘરે પહોંચી જશે તેવી લાલચ આપી સૌપ્રથમ વખત 8500 નો હપ્તો ત્યારબાદ 25,000 35,000 જેવી અલગ અલગ રકમ સહિત કુલ 1,11,000 જેટલી રકમો પડાવી લઈ છેતરપિંડી આચર્ય નો બનાવવા પ્રકાશમાં આવ્યો
તમારું ટ્રેક્ટર અમદાવાદ થી નીકળી ચૂક્યું છે 25,000 જેટલી રકમ નખાવી આપો. ત્યારબાદ વિરમગામ પાસે તમારું ટ્રેક્ટર પહોંચી ચૂક્યું છે 35,000 જેટલી રકમ લખાવી આપો જેમ અલગ અલગ લોકેશન આપી ખેડૂત પાસેથી ₹1, 11.000 જેટલી રકમ ઓનલાઈન પડાવી લીધી હજુ પણ તમારું ટ્રેક્ટર તમારા ઘરે પહોંચી જશે બાકીની રકમ નાખી દો તેવી રીતે ખેડૂતને પોતાની જાળમાં ફસાવી સંપૂર્ણ રકમ પચાવી પાડવાનો કારસ્તાન સામે આવ્યું છે ખેડૂતે હળવદ પોલીસ સ્ટેશન એ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી ત્યારબાદ સાયબર ક્રાઇમ મોરબી ખાતે ફરિયાદ કરવાની હાથ ધરવામાં આવી
ઇન્ડિયન આર્મી ના નામે ઘણા બધા ફ્રોડ કંપનીના લોકો તમને ઓનલાઈન વસ્તુ સસ્તી બતાવી ફ્રોડ આચરતા હોય છે સાવચેત રહો સતત રહો અને આવી કોઈ ઘટના બને તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા આપને અનુરોધ