મોરબી : આર. ઑ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ નડાબેટ (સીમા દર્શન)ની મુલાકાત લીધી

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC) અંતર્ગત Adoption of Tourist destinations by University and Colleges પ્રોગ્રામની રૂપરેખા હેઠળ શ્રીમતી આર. ઑ. પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા એક દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન નડાબેટ (સીમા દર્શન) ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સ વિભાગની પ્રથમ વર્ષની વિધાર્થિનીઓએ નડાબેટ (સીમા દર્શન), તાલુકો :સુઈગામ, જિલ્લો  બનાસકાંઠા ખાતે મુલાકાત લીધેલ હતી. નડાબેટ ખાતે કચ્છના વિશાળ રણપ્રદેશની અંદર નડાબેટ કોમ્પ્લેક્સ થી 25 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઝીરો પોઈન્ટની મુલાકાત લીધેલ હતી તદુપરાંત ત્યાંના બી.એસ.એફ. જવાનો સાથે સરહદ વિશે વાર્તાલાપ પણ કરેલ હતો. હાઈ-વોચ ટાવર ઉપરથી વિદ્યાર્થીનીઓએ ઝીરો લાઈન, ભારતનો વિશાળ રણ પ્રદેશ, પાકિસ્તાનનો વિશાળ પ્રદેશ તથા વિશાળ સફેદ રણપ્રદેશ પણ નિહાળેલ હતું. વિધાર્થિનીઓએ બપોરના સમયે વન ભોજનનો લાભ પણ શ્રી નડેશ્વરી માતાજી મંદિરના વિશાળ પટાંગણમાં લીધો હતો.

બપોર બાદ નડાબેટ કોમ્પ્લેક્સ ખાતે અજેય પ્રહરી સ્મારક, સરહદ ગાથા મ્યુઝિયમ, આર્ટ ગેલેરી નામ નમક નિશાન, મિગ 27 ફાઈટર પ્લેન, બી.એસ.એફ.ની 1971 ઓરીજનલ શોર્ટ ફિલ્મ વગેરે નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા તદુપરાંત બી.એસ.એફ. ના જવાનો ડ્યુટી દરમિયાન શહીદ થયેલા હોય અને તેમને મેળવેલા જુદા જુદા મેડલો વિશેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવેલી હતી.

નડાબેટ કોમ્પ્લેક્સ ખાતે સાંજે 05:30 થી 06:15 સુધી બી.એસ.એફ. ના જવાનો દ્વારા ભવ્ય રીટ્રીટ પરેડ સેરેમની (અટારી વાઘા બોર્ડર જેવી જ) કરવામાં આવેલ હતી. રીટ્રીટ પરેડમાં બી.એસ.એફ. જવાનનો જુસ્સો અને જોશ જોઈને સૌ કોઈ વિદ્યાર્થીનીઓ અચંબિત થઈ ગઈ હતાં. છેલ્લે રિટ્રીટ પરેડ સેરેમનીમાં સામેલ થયેલ તમામ બી.એસ.એફ. ના જવાનોએ વિદ્યાર્થીનીઓ સાથે ફોટો સેશન પણ રાખવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીનીઓએ જુદા જુદા ડ્રેસ કોડ પહેરેલા બી.એસ.એફ. જવાનો સાથે ફોટા પણ પડાવેલા હતા.

પ્રવાસના સુચારું આયોજન માટે કોમર્સ વિદ્યાશાખાના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ મયુર હાલપરા તથા સ્ટાફ ગણમાં કેતનભાઇ બકરાણીયા, રેખા મેમ, દ્રષ્ટિ મેમ અને બંસરી મેમએ ભારે જહેમત ઉઠાવી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવ્યો હતો.