હળવદ અને વાંકાનેર નગરપાલિકા હવે વહીવટદારના હાથમાં

હળવદમાં મામતદાર અને વાંકાનેરમાં પ્રાંત ઓફિસરને વહીવટદાર તરીકે નિમણુંક કરાઇ

ગુજરાત નગરપાલિકા અધિનિયમ,૧૯૬૩ની કલમ-૮ મુજબ પરિશિષ્ટમાં દર્શાવ્યા મુજબ રાજ્યની ૭૬ નગરપાલિકાઓ પૈકી ૬૮ નગરપાલિકાઓની મુદ્દત ફેબ્રુઆરી- ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થયેલ છે

નગરપાલિકાઓની મુદ્દત તા.૦૨/૦૩/૨૦૨૩ના રોજ પૂર્ણ થયેલ છે, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓનું અનુક્રમે તા.૩૦/૦૬/૨૨ અને તા.૦૬/૦૮/૨૦૧૭ના આ વિભાગના જાહેરનામાંથી વિસર્જન કરવામાં આવેલ, આ બંન્ને નગરપાલિકાને વિસર્જીત થયે ૬(છ) માસનો સમયગાળો પૂર્ણ થયેલ છે.

રાજ્ય સરકાર દ્વારા કાળજીપૂર્વકની વિચારણાને અંતે આથી હુકમ કરવામાં આવે છે કે પરિશિષ્ટમાં દર્શાવેલ રાજ્યની ૭૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી આ સાથે સામેલ પરિશિષ્ટના કોલમ-૬ તથા કોલમ-૭માં દર્શાવેલ અધિકારીઓની જે તે કોલમ-૪માં દર્શાવેલ નગરપાલિકાઓ માટેના વહીવટદાર તરીકેની આથી નિમણૂક કરવામાં આવે છે.