મોરબી : નેશનલ સેફટી-ડે અનુસંધાને વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા નેશનલ સેફટી ડે (રાષ્ટ્રીય સુરક્ષા દિવસ)અંતર્ગત શાળા ના વિદ્યાર્થી ઓ એ મોરબી પોલીસ સ્ટેશન એ-ડિવિજન ની મુલાકાત લીધી હતી. શાળા ના વિદ્યાર્થી ઓ ને પોલીસ સ્ટેશન ના કર્મચારી દ્વારા સુરક્ષા અંતર્ગત વિવિધ બાબતો જેવી કે અકસ્માત થી કેવીરીતે બચવું તથા ટ્રાફિક ની બાબતો થી માહિતગાર કર્યા હતા

વિદ્યાર્થીઓ દ્વારા સાઇબર ક્રાઇમ તથા સોશિયલ ક્રાઈમ વગેરે જેવા ગુનાહ થી કેવીરીતે સુરક્ષિત રહવું અંતર્ગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનો એ-ડિવિજનના પોલીસ કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપલ સના કાઝી દ્વારા કરવામાં આવ્યું હતું તથા શાળાના ટ્રસ્ટી સુમનસર, સૂર્યરાજ તથા સિદ્ધાર્થ સર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા