રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં મોડેલ સ્કૂલ મોટીબરારને ગૌરવાન્વિત કરતી વિદ્યાર્થિની અવની અજયભાઈ ડાંગર

મોરબી જિલ્લાને ઉત્તરોત્તર સફળતા આપતી મોડેલ સ્કૂલ મોટીબરાર રાજ્ય સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના કલા મહાકુંભ 2022-23 તારીખ 06-03-2023 ને સોમવારના રોજ કે. કે. પારેખ & મહેતા આર. પી. વિદ્યાલય-અમરેલી ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું.

જેમાંથી 16 થી 20ની વયજૂથમાં નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર મોડેલ સ્કૂલ મોટીબરારની વિદ્યાર્થિની અવનીબેન અજયભાઈ ડાંગર એ રાજ્ય કક્ષાએ ભાગ લઈ દ્વિતીય ક્રમાંકે વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર અને મોરબી જિલ્લાનું અને પોતાના પરિવારનું ઝળહળતું ગૌરવ બની નામ રોશન કરેલ છે.

આ યશસ્વી સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવાર સહર્ષ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આવી જ રીતે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.