મોરબીની કિશોરીઓ દ્વારા મનોહર વેસ્ટ માંથી બેસ્ટ હસ્ત કલાકૃતીઓ પ્રદર્શિત કરાઇ

        “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળા મોરબી અન્વયે વિવિધ કિશોરીઓ દ્વારા અદ્ભુત હસ્તકલા અને ‘વેસ્ટ માંથી બેસ્ટ’ કલાકૃતીઓ બનાવવામાં આવી હતી. જેમાં નારિયેળનાં છોતરાં, ઉન, કાગળ, ચાનાં કપ, આર્ટિફિશિયલ ફુલ વગેરે જેવી અનઉપિયોગી વસ્તુઓ દ્વારા અનેરી ભાત ઉપજાવવામાં આવી હતી.

જે અંતર્ગત ગણેશ, ઇશરોની ઇમારત, સાયકલ, તોડલિયા, ઝુમર, ખુરશી, એફિલટાવર વગેરે જેવી મનોહર હસ્ત કલાકૃતીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.