ભારે કરી…જોગડ ગામે દારૂ ના અડ્ડાઓ બંધ કરાવવા મહિલા સરપંચએ રજૂઆત કરી

કોણે કીધું ગુજરાત માં દારૂ નથી મળતો….. આવો અમારા જોગડ માં જોઈએ તેટલો દારૂ મળે છે

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકાના વિવિધ ગામડાઓમાં દેશી દારૂ ના વેપલા સામે પોલીસ ટૂંકી પડતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્યારે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે ગામના મહિલા સરપંચ તેમજ સમગ્ર ગ્રામજનોએ ગામમાં ચાલતા દારૂના હાટડાઓ બંધ કરાવવા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું

જોગડ ગામે દેશી દારૂના હાટડાઓ મોટાપાયે ધમધમી રહ્યા છે બજારમાં દેશી દારૂ ના બુટલેગરો બેફામ વાણી વિલાસ કરી મહિલાઓ ને હેરાન પરેશાન કરી રહ્યા છે સાથે હપ્તાખોરી અને હુમલા ના બનાવ પણ દિવસ ને દિવસે વધી રહ્યા છે જેથી આવા આવારા તત્વો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય કડકમાં કડક પગલાં લઈ કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્ર આપી મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, એસપી, હળવદ પોલીસ, ધારાસભ્ય સહિતના ને લેખિતમાં કરવામાં આવી છે

વધુમાં પોલીસ સ્ટેશન હળવદ ખાતે અનેક વખત રજૂઆત તેમજ ટેલીફોનિક જાણ કરવા છતાં કોઈ ધ્યાન આપતું ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે દારૂડિયાઓ દારૂ પીને બેફામ થતા હોય જેથી ગ્રામજનોને ભારે તકલીફ વેઠવી પડતી હોય પરંતુ પોલીસ દ્વારા કોઈ જાતની કાર્યવાહી ન કરતા રોષ જોવા મળ્યો હતો. 13 જુલાઈના રોજ પોલીસને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી એક પણ રેડ કરવામાં આવી નથી 13 જુલાઈના રોજ પંચાયત સદસ્ય દ્વારા તેઓના લેટરપેડ પર હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી

પરંતુ હાલ સુધી પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી પોલીસ પણ બુટલેગરને છાવરતી હોય તેવું અમને સ્પષ્ટ પણે લાગી રહ્યું છે તેઓ આક્ષેપ ગામના સદસ્ય મનસુખભાઈ હરજીભાઈ મુલાડીયા એ કર્યો હતો તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વિચારવામાં આવી હતી