મોરબીના શિક્ષિકાને નારી ગરીમાં પુરસ્કારથી પુરસ્કૃત કરાયા

મોરબી પંથકની ભૂમિ એટલે અનેક રત્નો,બુદ્ધિ પ્રતિભાશાળી વ્યક્તિઓની ભૂમિ,કવિ લેખકોની ભૂમિ,એમાંય ખાસ કરીને મોરબી જિલ્લાની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ઘણા બધા પુસ્તકો વખતો વખત પ્રકાશિત થતા હોય છે એ મુજબ ટંકારા તાલુકાના લખધીરનગર શાળામાં ફરજ બજાવતા જીવતીબેન પીપલીયાનો પરિબાઈની પાંખે બાળ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે અને હાથીભાઈની જય હો બાળવાર્તા સંગ્રહ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો છે ત્યારે વધુ એક વખત એશિયા ખંડની સૌથી મોટી લાઇબ્રેરી કે જે પુસ્તકાલય અમદાવાદના સભાખંડમાં કાવ્ય કીટલી અને પોઝિટિવ જીંદગી દ્વારા સાહિત્ય ક્ષેત્રે કાર્યરત છે.

આ સંસ્થા દ્વારા મહિલાઓને નારી ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબહેન પીપલીયાને નારી ગરિમા એવોર્ડ સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ અધ્યક્ષ (પદ્મશ્રી) વિષ્ણુભાઈ પંડ્યા તેમજ શ્રદ્ધાબેન ત્રિવેદીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો, આ મોંઘેરા ઉપહારને જાણીતા લેખક નટવરભાઈ ગોહેલ,સાંકળચંદ પટેલ તેમજ અવિનાશ ભાઈ પરીખના આશિષ મળ્યાં હતા આમ જીવતીબેન પીપલીયા નારી ગરીમાં પુરસ્કાર થી પુરસ્કૃત થતાં મોરબીના ગૌરવમાં વધારો થયો છે.