“વાર્ષિક ૭,૫૦,૦૦૦ થી વધુ પેન્શનની આવક ધરાવતા પેન્શનરોએ ૧૦ એપ્રિલ સુધીમાં
સમય મર્યાદામાં માહિતી નહીં આપનાર પેન્શનરોના માસિક પેન્શનમાંથી સરકારના નિયમોનુસાર આવકવેરા, ટી.ડી.એસ.ની કપાત કરાશે
જિલ્લા તિજોરી કચેરી-મોરબી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કિમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે, જે સર્વિસ પેન્શનરો (કુટુંબ પેન્શનર સિવાયના મૂળ પેન્શનર)ની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭,૫૦,૦૦૦ થી વધું થતી હોય તેવા પેન્શનરોએ અંદાજિત રોકાણની વિગત, બાંહેધરી નિયત ફોર્મ ૧૨-બી, પાન કાર્ડ, પી.પી.ઓ નંબર વગેરે વિગતો જિલ્લા તિજોરી કચેરી-મોરબી ખાતે ૧૦-૦૪-૨૦૨૩ સુધીમાં રૂબરૂ/ટપાલ અથવા ઇ-મેઇલ આઇ.ડી. [email protected] પર મોકલાવવી. નિયત સમયમાં માહિતી નહીં મોકલાવેલ હોય તેવા વાર્ષિક રૂ.૭,૫૦,૦૦૦/-થી વધુ પેન્શન મેળવતા સર્વિસ પેન્શનરોના માસિક પેન્શનમાંથી સરકારશ્રીના નિયમોનુસાર આવકવેરા, ટી.ડી.એસ.ની કપાત કરવામાં આવશે. જેઓનું વાર્ષિક પેન્શન ૭,૫૦,૦૦૦ થી વધુ થતુ હોય તેઓ એ જ ઉપરોક્ત દસ્તાવેજ જમાં કરાવવાના રહેશે જેની ખાસ નોંધ લેવી.
પેન્શનની વિગત તેમજ આવક્ના પ્રમાણપત્ર https://cybertreasury.gujarat.gov.in પરથી મેળવી શકાશે. જેના માટે લોગીન આઇડી આપનો બેંક એકાઉન્ટ નંબર તેમજ પાસવર્ડ આપનો પી.પી.ઓ નંબર રહેશે તેવું મોરબી જિલ્લા તિજોરી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.