મોરબીની ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ને ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ટીવી18 દ્વારા બેસ્ટ ઓર્થોપેડીક અને ટ્રોમા કેર સેન્ટર નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જેના એવોર્ડ સેરેમની માં ડોક્ટર્સ ટીમ માં ડો. વિનોદ કૈલા,ડો.મયુર જાદવાણી, ડો.મનોજ કૈલા ઉપસ્થિત રહ્યાં હતાં.
ડોક્ટરોને બિરદાવતા વધુમાં જણાવેલ કે આપણા દેશમાં ક્યારેય પણ મહામારી અથવા કોઈ સંકટ આવે ત્યારે ડોક્ટરો નિસ્વાર્થ ભાવે માનવસેવામાં હંમેશા તત્પર રહે છે. તાજેતરમાં જ કોરોના ને નાથવા માટે તેમજ અલગ અલગ વિસ્તારોમાં થયેલ ડિઝાસ્ટર જેવી કે મોરબી પુલ દુર્ઘટના વગેરે મા ડોક્ટરોનો સિંહ ફાળો રહેલ છે. અને આ તકે હું ડોક્ટરોની આ નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી જ સેવા ભવિષ્યમાં મળતી રહે તેવી અપેક્ષા રાખું છું
મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને ટ્રોમા કેર માટે તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ છે જેમાં ડો. વિનોદ કૈલા, ડો. પ્રહલાદ ઉઘરેજા, ડો. મયુર જાદવાણી, ડો. યોગેશ વઘાસિયા, ડો. પાર્થ કણસાગરા, ડો. મનોજ કૈલા, ડો. સાગર ખાનપરા, ડૉ રીધમ ખંડેરીયા,ડો. ચાંદની ખાનપરા, ડો. હાર્દિક ઘોડાસરા નો સમાવેશ થાય છે.