૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. જે ચકલી આપણા જીવન સાથે સીધી વણાયેલી છે. બાળપણમાં પક્ષીઓના નામ શીખવામાં આવે ત્યારે સૌથી પહલું આપણે ચકલીનું જ નામ શીખીએ. અંગ્રેજીના સ્પેલીંગમાં પણ રોજ ગોખી ગોખીને યાદ કરીએ SPARROW એમ. ત્યારે વિચારીએ કે, ચકલી દિવસ નિમિતે ચકલીના સંવર્ધન માટે આપણે શું કરી શકીએ ?
ચાલો આપણે ચકલીના સંવર્ધન માટે પ્રણ લઈએ કે, હું ચકલીના નિવાસ માટે ઓછામાં ઓછું એક ચકલીઘર મારા ઘરે જરૂરથી લગવીશ. ચકલી સહિતના પંખીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે કુંડુ રાખીશ અને તેની જાળવણી પણ કરીશ. આંગણે આવતા પંખીઓ માટે ચણ નાખીશ અને તેમને ખોટા રંઝાડીશ નહિં.