7 વર્ષ ની અંદર આ ગ્રુપ દ્વારા 40,000 થી વધુ ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયું
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ જેનું નામ મુખ પર આવતા જ હળવદમાં જરૂરિયાત લોકોને ચહેરા પર ખુશી આવી જતી હોય છે ત્યારે આ ગ્રુપ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિઓને બચાવવા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત આ યુવાનો દ્વારા આજે 5,000 નંગ ચકલી ઘર તેમજ 5000 નંગ પક્ષીઓને પીવાના પાણીના કુંડા તેમજ 1,000 થી વધુ ચણ ના પેકેટ નો નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું
આ યુવાનો દ્વારા ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા છેલ્લા સાત વર્ષની અંદર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં યુવાનો દ્વારા લોકો પાસેથી દાન ફાળો એકત્રિત કરી આ કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષે પણ ચકલી ઘરના એકમાત્રદાતા રસિકભાઈ પટેલ તેમજ વાલજીભાઈ ધરમશી ભાઈ પટેલ રહ્યા હતા તેમજ પીવાના પાણીના કુંડાઓ માટે અનેક નામિ અનામી દાતાઓના સહયોગથી લોકોના સહકારથી સફળતાપૂર્વક 10,000 થી વધુ કુલ ચકલી ઘર તેમજ પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં ફ્રેન્ડશીપ આ ગ્રુપના આગેવાનો સભ્યો સહિતનાઓએ હાજરી આપી મારે જમાત ઉઠાવી હતી