શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદ ૨૦૨૩ અંતર્ગત તા. ૨૩ માર્ચના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા તા. ૨૩ માર્ચને ગુરુવારે ૧૦૭૩ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ (ચૈત્રીબીજ) ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૨૩ ને ગુરુઅવારે સવારે ૮ કલાકે ધ્વજારોહણ, સવારે ૧૧ કલાકે મહાઆરતી કરવામાં આવશે




ત્યારબાદ બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે સાંજે ૦૪ : ૩૦ કલાકે વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે જે શહેરના મુખ્યમાર્ગો પર ફરીને સિંધુ ભવન, સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવશે તમામ ધાર્મિક કાર્યક્રમ સિંધુ ભવન, સ્ટેશન રોડ મોરબી ખાતે યોજાશે જે મહોત્સવમાં દરેક સિંધી પરિવારોએ પધારવા સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
