મોરબી : ગેરકાનૂની ચાલતા કતલખાના અને દુકાનો બંધ કરવા રાવ

નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાત રિટ પીટીશન (પીઆઇ એલ ) નંબર.133/2021 ના તારીખ1.2.2023 ઇન્વાઇય કડક અમલીકરણ કરીને રાજ્યમાં આવેલ ગેરકાનૂની ચાલતા કતલખાના ઈંડા મટન ચિકન લારીઓ તેમજ દુકાનો બંધ કરાવવા રજુઆત

મોરબી જિલ્લા તાલુકા શહેર ચાલતા કતલખાના બે રોકટોક કોઈપણ મંજૂરી વયના ચાલતા ગેરકાની ની કતલખાના તેમજ જાહેર રસ્તા ઉપર કોઈપણ જીવની હત્યા કરવા ઉપર પ્રતિબંધ છે

હાઇકોર્ટ દ્વારા પણ કાર્યવાહી કરવાનું આદેશ છે છતાં પણ ઉપરોક્ત સ્થળો ઉપર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ કડક અમલવારી કરવામાં આવતી નથી
જેના અનુસંધાને ગેરકાયદેસર ખુલ્લેઆમ જીવોની હત્યા થઈ રહી છે જેનાથી નમો જીવદયા પ્રેમી લાગણી દુભાઈ રહી છે તેમ છતાં રસ્તા ઉપર ખુલ્લેઆમ કતલ કરવામાં આવી રહી છે નામદાર હાઇકોર્ટના હુકમ બાદ પણ ફરવાના વગર ગેરકાયદેસર ચાલતા આવા કતલખાના કોની મહેરબાની ચાલે છે તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ

જાહેર રોડ રસ્તા ઉપર તેમજ જાહેર ધાર્મિક સ્થળો ની આજુબાજુમાં મંજૂરી વગર તમામ ગેરકાયદેસર નોનવેજની લારીઓ તથા દુકાનો તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેમજ નામદાર કોર્ટના આદેશનું કડક પાલન થાય તેવી હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા દ્વારા કલેકટને રજૂઆત કરવામાં આવે છે અને તાત્કાલિક ના ધોરણે કાર્યવાહી કરવામાં આવે એવી હિન્દુ યુવા વાહિની દ્વારા રજુઆત કરાઈ