મોરબી ખાતે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે

રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિરનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લામાં, શ્રીસરસ્વતી શીશુમંદિર, શનાળા ખાતે આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા ખાતે એક જ સમયે “હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ” કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ, તેમજ યોગ ના પ્રચાર પ્રસાર અંગેનો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ આવા પ્રકારના જુદા જુદા યોગના કાર્યક્રમો દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

“હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ” કાર્યક્રમ અંતર્ગત, એક દિવસની નિઃશુલ્ક યોગ ધ્યાન શિબિર નું આયોજન
તારીખ ૨૬/3/૨૦૨૩, રવિવારે સવારે ૬ થી ૮, શ્રી સરસ્વતી શિશુમંદિર, શકત શનાળા (મોરબી રાજકોટ હાઇવે, પટેલ સમાજ વાડીની બાજુમાં) ખાતે કરવામાં આવેલ છે.

જેમાં મોરબી જિલ્લાની યોગ પ્રેમી જનતાને નીચે આપેલ લિંક પર રજિસ્ટ્રેશન કરી જોડાવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.રજીસ્ટ્રેશનની લીંકઃ https://forms.gle/aR7GEWdTheLQ5jFN6

વધુ માહિતી માટે વાલજી પી. ડાભી 95862 82527, (મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) અને હાર્દિકભાઈ ભાલોડીયા (મોરબી ડિસટ્રિક ટીચર કોર્ડીનેટર, આર્ટ ઓફ લિવિંગ) 9825215551 પર સંપર્ક કરવા યાદી માં જણાવેલ છે.