ટંકારા તાલુકાના હડમતિયા ગામે “વિશ્વ ટીબી દિવસ” નિમિત્તે હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા ટીબીના બે દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી આ કીટના દાતાશ્રી કામરીયા નાનજીભાઈ મોહનભાઈ દ્વારા આપવામાં આવી હતી.
લજાઈ PHC સેન્ટરના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયા , ટીબીના સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી અને સુપરવાઈઝર MPHS મનસુખ મસોતની સુચના અનુસાર કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે હડમતિયા આરોગ્ય હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના કર્મચારીઓ MPHW ઈસ્માઈલભાઈ કડીવાર, FHW જુવેરીયાબેન ખોરજીયા, CHO તઝમીનબેન ગઢવાળા તેમજ હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા હાજર રહ્યા હતા. ચણા-૧, ખાંડ -૧, ચા-૨૫૦ગ્રામ, મરચું -૧, ભાત-૧, ચણાની દાળ-૧, તેલ-૧, મીઠુંથેલી -૧, ડુંગળી-૨ કિલોગ્રામ, બટેટા-૨ કિલોગ્રામ મળીને અંદાજે 2000 હજાર રૂપિયા જેવો ખર્ચ દાતાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા