મયુર ઠાકોર (વાંકાનેર) : વાંકાનેર ની રાણેકપર પ્રાથમિક શાળા વિવિધ દિવસોની ઉજવણી કરી બાળકોને હર હંમેશ કંઈક નવું શીખવા પ્રેરે છે. આજે 24 માર્ચ એટલે “વિશ્વ ક્ષય દિવસ” આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ ટીબી (ક્ષય) અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેની સામે લડી રહેલા આરોગ્ય કાર્યકરોનો જુસ્સો અને જોમ વધારવાનું છે. 24 માર્ચ 1882 ના રોજ રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે આ ટી .બી.ના બેક્ટેરિયા ની શોધ કરી હતી અને ત્યાર પછીથી આ દિવસને ઉજવવાનું નક્કી કરાયું હતું.
આજ કાલ વ્યસન નું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે.આ રોગ ભારતમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલ છે જેમાં દર મિનિટે ટી.બી. ના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. બાળકોમાં શિક્ષણ સાથે વ્યસન પ્રત્યે જાગૃતિ વધે તેઓ આ ગુટખા,તમાકુ,બીડી, સિગારેટ ના દૂષણ થી દૂર રહે તે ઉમદા હેતુથી શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં શાળાના શિક્ષક કુબાવત નરેન્દ્રભાઈ દ્વારા બાળકોને વ્યસન નહીં કરે તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા અને બીજા લોકોને નહીં કરવા પણ પ્રેરણા આપશે તેવું સૂચન શાળાના શિક્ષકો અશ્વિનભાઈ, રણજીતભાઈ, શાળાના આચાર્ય અનિલભાઈ, અંજનાબેન તથા પ્રવાસી શિક્ષક નસીમબેને બાળકોને પ્રેરણા આપી હતી.