મયુર ઠાકોર (વાંકાનેર) : વાંકાનેરમાં સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઈક ચોરીનો બનાવમાં પોલીસને મળેલ ખાનગી હકીકતના આધારે વાહન ચેકીંગ દરમિયાન એક નંબર વગરનું બાઈક નીકળતા પૂછપરછ કરતા બાઈક ચોરાઉ હોવાની કબુલાત આપતા મિતુલ જેઠાભાઈ ગુગડિયા તેમજ જિતેન્દ્ર ગોરધનભાઈ નગવાડીયાને એક કાળા કલરના સ્પેલન્ડર બાઈક સહિત ત્રીસ હજારના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
તેમજ આ ભેદ ઉકેલવા પીઆઈ કે.એમ છાસીયા, પીએસઆઇ ડી.વી કાનાણી, પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી, પ્રતિપાલસિંહ વાળા, છનાભાઈ રોજસરા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો